
ઓગસ્ટ મહિનાની શરૂઆતની સાથે શ્રાવણ માસના પવિત્ર તહેવારોની પણ શરૂઆત થશે. ત્યારે ઘણા લોકો પોતાના રોજિંદા રૂટિનથી દૂર પરીવાર કે મિત્રો સાથે હરવાફરવાનું પ્લાનિંગ પણ કરી રહ્યા હશે. જો તમે પણ ઓગસ્ટ 2025 માં એક નાનો અને મજેદાર બ્રેક લેવા માંગતા હોય, તો આ તકને હાથમાંથી જવા દેશો નહીં. આ મહિને તમને એક શાનદાર લોંગ વિકેન્ડ મળવાનો છે, જેમાં તમે કોઈપણ વધારાની રજા વગર 3 દિવસની ટ્રિપનું આયોજન કરી શકો છો. તમે પરિવાર, મિત્રો અથવા એકલા ટ્રાવેલ કરવા માંગતા હોય, તો આ તક તમારા માટે યોગ્ય છે.
