
રાજકોટ: શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનો આ મહિનો માત્ર ધાર્મિક લાગણીઓ જ નહીં, પણ રસોઈ અને પકવાનની વાત કરીએ તો પણ ખૂબ ખાસ ગણાય છે. સૌરાષ્ટ્રમાં, ખાસ કરીને રાજકોટમાં, શ્રાવણ મહિનામાં ખાવાની એક અલગ જ મજા હોય છે. ચોમાસાની ઋતુ હોય, ધાર્મિક માહોલ હોય અને મન ભાવુક હોય છે, ત્યારે ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. જન્માષ્ટમીના તહેવાર પહેલા જ રાજકોટમાં ફરસાણની દુકાનોમાં ફરસાણ બનવાનું શરૂ થઈ ગયું છે. ગયા વર્ષની સરખામણીમાં ભાવમાં કોઈ વધારે ફેરફાર થયો નથી.
